અમરેલીના નાના માચીયાળા ગામે પ્લમ્બરનું કામ કરતા નરેશભાઈ મેઘજીભાઈ ચાંચીયા (ઉં.વ. ૪૨)ના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે. તસ્કરો આજુબાજુમાંથી બાઈક પણ ઉઠાવી ગયા હતા.નરેશભાઈએ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ચોરોએ તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણાં (કિંમત રૂ. ૯૮,૬૦૦) તથા રોકડ રૂ. ૩,૦૦૦ મળી કુલ રૂ. ૧,૦૧,૬૦૦ની ચોરી કરી હતી. આ ઉપરાંત, પડોશમાં રહેતા દેવશીભાઈ માણંદભાઈ ચાંચીયાના ઘરમાંથી રૂ. ૬,૭૦૦ના ચાંદીના ઘરેણાં અને કુટુંબી ભાઈ ભાવેશભાઈ ખીમજીભાઈ ચાંચીયાના ઘરેથી મોટરસાયકલની ચોરી કરી હતી.આમ, તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં, રોકડ રકમ અને મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૨૮,૩૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે. કે. પાંડવ વધુ તપાસ ચલાવી રહ્યા છે.