અમરેલી જિલ્લા પેરોલ ફલો સ્કવોડે છેલ્લા ૨૭ માસથી પોક્સો કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી રમેશભાઈ સાકળભાઈ માછ્છી, રહે. સોનીપુર, તા. ગળતેશ્વર, જિ. ખેડા, લાઠી રોડ ચોકડી બાયપાસ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે વડીયા પોલીસ સ્ટેશનમાં પોક્સો તેમજ અપહરણની કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો. પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ માહિતીના આધારે ટીમે કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને વડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલો સ્કવોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.







































