સાવરકુંડલાની સરદાર સેવા પટેલ સમિતિના પ્રમુખ પરસોતમભાઈ કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને લોકહિતના પ્રશ્નો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે સિંહ અને દીપડા જેવા હિંસક વન્યપ્રાણીઓના હુમલાથી ખેડૂતો, માલધારીઓ અને પશુધનને મોટું નુકસાન થાય છે. ‘વનતારા’ પ્રોજેક્ટની જેમ સરકારે પણ યોગ્ય અભયારણ્ય બનાવી માનવજીવન અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. આ સાથે જ તેમણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારના ખેડૂતોની સમૃધ્ધિ અને કૃષિ વિકાસ માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે.







































