વડિયાના નાની કુંકાવાવ ગામે ખેતીની જમીન ગેરકાયદે પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે હાલ સુરતમાં રહેતા અને મૂળ નાની કુંકાવાવના વતની દિલીપભાઈ ગોરધનભાઈ સોરઠીયા (ઉ.વ.૩૭)એ ધીરૂભાઈ રવજીભાઈ સોરઠીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, નાની કુંકાવાવ ગામના ઉદરીયું સીમ વિસ્તારમાં આવેલી દિલીપભાઈની ખેતીની જમીન પર તેમના શેઢા-પાડોશી અને આરોપી ધીરૂભાઇએ ગેરકાયદે કબ્જો જમાવી જમીન પચાવી પાડી હતી.
તેમજ તેમાં ખેતીનો પાક લઈ આર્થિક લાભ મેળવ્યો હતો. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.







































