રોજગાર અને તાલીમ નિયામક કચેરી ગાંધીનગર સંચાલિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) અમરેલી ખાતે નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર તા. ૧૧ જુલાઈથી ૧૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવનારા રજાના દિવસોમાં પણ સંસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવનાર ઉમેદવારો કચેરી સમય દરમિયાન સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આઈટીઆઈ અમરેલીના આચાર્યની યાદીમાં જણાવાયું છે.








































