અમરેલીની શ્રી બંસીધર વિદ્યાલય ખાતે રંગોત્સવ સેલિબ્રેશન અંતર્ગત એક શાનદાર રંગપૂરણી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સ્પર્ધામાં શાળાના ધોરણ ૯ અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ભાષા શિક્ષક બી. એન. મકવાણાએ ઇન્ચાર્જ તરીકે ભારે જહેમત ઉઠાવી હતી. સ્પર્ધાના અંતે શાળાના આચાર્ય પી. કે. વસરાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને તેમની સુંદર અભિવ્યક્તિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. કલાને પ્રોત્સાહન આપવાના હેતુથી રંગપૂરણી હરીફાઈમાં ભાગ લેનાર તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓને આગામી સમયમાં શાળા તરફથી પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.









































