ખાંભા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે ખાંભાથી પીપળવા જતા પુલનો એક ભાગ ધોવાઈ ગયો છે. જેના કારણે ખેડૂતો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું હોવાથી જનજીવન પર અસર જોવા મળી રહી છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે.