સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરમાં માર્ગો, ડ્રેનેજ, પીવાના પાણી, સ્વચ્છતા, સ્ટ્રીટલાઇટ તેમજ અન્ય નગરસુવિધા સંબંધિત વિકાસકાર્યોની પ્રગતિ અંગે વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી ચાલી રહેલા કામોની વિગતવાર માહિતી મેળવી કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે અને તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓના અમલીકરણમાં કોઈ વિલંબ ન થાય તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.