રાજુલાના મોરંગી ગામે માટી નાખી ખાડા પૂરવા મુદ્દે માથાકૂટ થઈ હતી. લાભુબેન નાજાભાઇ પરમાર
(ઉ.વ.૪૦)એ લીલાબેન મંગાભાઇ જોગદીયા, ભુપતભાઇ મંગાભાઇ જોગદીયા, ભુરો ભુપતભાઇ જોગદીયા તથા વિશાલભાઇ ભવનભાઇ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ લાભુબેન તેમના ઘર આગળ રસ્તાના ખાડામાં માટી નાખી ખાડા પૂરતા હતા, જે આ આરોપીઓને સારું નહીં લાગતા ગાળો આપી ઢીકાપાટુંનો મુંઢ માર માર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.











































