૧૬ જુલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ પહેલા જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જાડાયા હતા. જળયાત્રાને પગલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
જળયાત્રા નિજમંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભુદરના તટે પહોંચી હતી જ્યાં વૈદિક અને શા†ોક્ત મંત્રોચ્ચાર સાથે પીતળના ૧૦૮ કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ૧૦૮ કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન ૧૫ દિવસ મોસાળ સરસપુર ગયા છે
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભગવાન જગન્નાથને જળાભિષેક કર્યો હતો. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.
આજે સવારે ૦૮ કલાકે શોભાયાત્રાનો પ્રારંભ થયા હતાં અને સવારે ૦૮.૩૦ કલાકે ગંગાપૂજન વિધિ,જયારે સવારે ૧૦ઃ૦૦ કલાકે મહાજલાભિષેક જયારે સવારે ૧૧ઃ૦૦ કલાકે ગજવેશ દર્શન કરાવવામાં આવ્યા હતાં
જળયાત્રાના દિવસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૦૮ કળશમાં પવિત્ર જળ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જળથી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો ભવ્ય જ્યેષ્ઠાભિષેક (મહાભિષેક) કરવામાં આવ્યો હતો નદી કિનારેથી પવિત્ર જળ લાવવા માટે હાથી, ઘોડા, પાલખી અને બેન્ડવાજા સાથે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જાડાયા હતાં
મહાભિષેક સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથજીને વર્ષમાં માત્ર એક જ વાર ધારણ કરવામાં આવતો ગજવેશ (ગણપતિ સ્વરૂપ) નો શ્રૃંગાર કરવામાં આવે છે. આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે. જળયાત્રાની વિધિ પૂર્ણ થયા પછી પ્રભુ વિધિવત રીતે તેમના મોસાળ (સરસપુર) ખાતે પહોંચ્ય હતાં જ્યાં તેમનું પરંપરાગત અને ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે.
-ગયા વર્ષે રથયાત્રા દરમિયાન હાથીના ભડકવાની ઘટનાથી પાઠ ભણી આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. હાથી અવાજથી ભડકે નહીં તે માટે સમગ્ર જળયાત્રાના રૂટ પર ઢોલ-નગારા કે ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગજરાજ સામાન્ય જનતાથી આઇસોલેટ રહે અને લોકો દ્વારા તેમને બહારની વસ્તુઓ ખવડાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાથીની દેખરેખ માટે પશુપાલન વિભાગના ૨ ડાક્ટર અને કાંકરિયા ઝૂના એક ડોક્ટર સહિત જિલ્લા પંચાયત અને ઝૂની સ્પેશ્યલ ટીમ ઘટનાસ્થળે ખડેપગે હાજર છે. જળયાત્રાના સમગ્ર રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૫૦૦થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડ્‌સના જવાનો તૈનાત કરાયા છે