સાવરકુંડલા શહેરમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૬૦ બોટલોનો મસમોટો જથ્થો
ઝડપી પાડ્‌યો હતો.આ જથ્થો ચિરાગભાઈ ગોરધનભાઈ રાઠોડની માલિકીની કારમાંથી મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. ૧,૯૯,૦૪૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આંબરડીમાંથી એક બોટલ દારૂ અને છ પીધેલા પકડાયા આ ઉપરાંત, દામનગરના આંબરડી ગામેથી પોલીસે મૂળ પીપળવા (સરકારી)ગામના અને હાલ સુરતમાં રહેતા નરેશભાઈ રાવતભાઈ ડેર (ઉ.વ. ૩૨) નામના યુવકને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે અમરેલી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએથી પોલીસ પેટ્રોલીંગ દરમિયાન છ જેટલા ઇસમો વગર પાસ-પરમિટે કેફીપીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી.