બગસરામાં છેલ્લા એક અઠવાડીયાથી નર્મદાનું પાણી બંધ થતા અને સ્થાનિક સોર્સમાં પાણીનો જથ્થો ઘટતા શહેરમાં પાણીની મોકાળ ઉભી થઈ છે. મહિલાઓ સવારે પાણી માટે દર-દર ભટકી રહી હોવાથી પાલિકા સામે મહિલાઓમાં આક્રોશ ફેલાયો છે. જા યોગ્ય રીતે પાણી વિતરણ કરવામાં નહી આવે તો આગામી સમયમાં નગરપાલિકાને ઘેરાવ કરવાની મહિલાઓએ ચિમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બગસરામાં છેલ્લાં એક અઠવાડીયાથી પાણી વિતરણ ખોરંભે ચડ્યુ છે. નર્મદાનું પાણી બંધ થયા બાદ સ્થાનિક સોર્સ પણ ડૂકી જતા શહેરમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી મહિલાઓ પાણી માટે દર-દર ભટકી રહી છે. પાલિકા દ્વારા હવે એકાંતરાના બદલે દર ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને માત્ર ૩૦ મીનીટ જ પાણી આપવામાં આવતુ હોવાથી મહિલાઓમાં આક્રોશ જાવા મળી રહ્યો છે.જો ટૂંક સમયમાં પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં મહિલાઓ નગરપાલિકાને ઘેરાવ કરશે તેવી ચિમકી આપવામાં આવી છે. આ અંગે પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયાએ જણાવ્યુ હતું કે, મહીનું પાણી બંધ થઈ જતા આ Âસ્થતિ સર્જાઈ છે.જા કે હવે મહીનું પાણી મળવાનુ ચાલુ થઈ ગયેલ હોવાથી ત્રણથી ચાર દિવસમાં ફરી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે.










































