પીઠડીયા સેવા સહકારી મંડળી લિ.ની વાર્ષિક સાધારણ સભા તા. ૨૨/૦૬/૨૦૨૬ ના રોજ મંડળીના પ્રમુખ અરવિંદભાઈ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં સભાસદોએ હાજરી આપી હતી. મંડળીના મંત્રી ગોપાલભાઈ એમ. ભટ્ટીએ વર્ષ દરમિયાન મંડળી દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ, વિકાસકાર્યો, નાણાકીય સ્થિતિ તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. સભાસદોએ મંડળીની કામગીરીને બિરદાવી હતી. સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ના હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ મંડળીના નફાને ધ્યાને લઈ સભાસદોને ૧૦ ટકા શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને સભાસદોએ હર્ષભેર વધાવી લીધી હતી. આ પ્રસંગે મંડળી દ્વારા સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું.









































