અમરેલીમાં ૨૧ જૂનના રોજ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજ્ય યોગ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “ર્રૂખ્તટ્ઠ ર્કિ ૐીટ્ઠઙ્મંરઅ છખ્તીહખ્ત” ની થીમ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ૬૦૦૦ થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્ટાફગણ, વરિષ્ઠ નાગરિકો, યોગપ્રેમીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી કે. જે. જાડેજા, પોલીસ અધિક્ષક સંજય ખરાત, પ્રાંત અધિકારી એમ.જે. નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલ, મામલતદારો, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોલીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા તરફથી મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી તેમજ શૈક્ષણિક, બિન-શૈક્ષણિક અને સ્પોટ્‌ર્સ વિભાગના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. યોગ બોર્ડના અમરેલી જિલ્લા કોર્ડિનેટર સાગર મહેતા તથા યોગ શિક્ષકોની ટીમ દ્વારા યોગાભ્યાસનું સફળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા તથા સમગ્ર મેનેજમેન્ટ તરફથી કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.