દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત સંકલ્પ’ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અમરેલી જીલ્લા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ૧૪ જૂન ૨૦૨૬, રવિવારના રોજ બપોરે ૦૩ઃ૦૦ કલાકે, અમરેલી સ્થિત શાંતાબા જનરલ હોસ્પિટલ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાશે.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા અને પૂર્વ મંત્રી આર.સી. ફળદુ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે સાંસદ ભરતભાઈ સુતરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચૌડવડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા અને હીરાભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ હાજરી આપશે. ભાજપ અમરેલી જીલ્લા દ્વારા આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.