રાજ્યના કૃષિ મંત્રી દ્વારા નકલી બિયારણ વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે અને તેમજ નકલી બિયારણ પધરાવનારાઓને જેલભેગા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. અમરેલી જિલ્લા ચાલુ વર્ષે ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાં બિયારણ, જંતુનાશક દવા અને ખાતર ખરીદેલુ છે તેમાં ખેતીવાડી વિભાગ દ્વારા ૩૬૯ બિયારણના, ૨૫ જંતુનાશક દવાના અને ૯૦ ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બિયારણ વિક્રેતાઓ દ્વારા રાજય સરકારની મંજૂરી વગર બેફામ નકલી બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર વેચી રહ્યાં છે તેની સામે ખેતીવાડી વિભાગ દ્વારા નમૂના લેવામાં આવતા નકલી બિયારણ વેચનારાઓને કાયદાકિય રીતે દંડ સાથે સજા પણ આપવામાં આવે છે અને જા આવા વિક્રેતાઓ વારંવાર આવા પ્રકારના બિયારણો વેચે તો તેમનું લાયસન્સ રદ કરવા સુધીની સજા ફટકારવામાં આવે છે. પરંતુ નિષ્ફળ ગયેલા બિયારણના નમૂનાની જાણ ખેડૂતોને આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન ખેતીવાડી ખાતા દ્વારા બિયારણના ૩૬૯ સેમ્પલ જંતુનાશક દવાના ૨૫ અને ખાતરના ૯૦ સેમ્પલ લેવામાં આવ્યા છે બિયારણના નમૂના લેવાયા છે તેમ નથી એક પણ પરિણામ હાલમાં મળેલ નથી આવા પરિણામ મળવા માટે લગભગ એક થી બે મહિનાનો સમય થતો હોય છે અને જાે કોઈ બિયારણના નમૂના ફેલ જાય તો તેની જાણ જે તે બિયારણના વિક્રેતાઓને કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને તેની જાણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી આવા નકલી બિયારણના વેચાણ કરતા કોઈ ઝડપાઈ તો તેમની સામે ખેતીવાડી ખાતા દ્વારા દંડ સહિતના પગલાં લેવામાં આવે છે
ભાવેશ પીપલીયા – નાયબ ખેતી નિયામક, અમરેલી