અધિક માસ નિમિત્તે સમગ્ર પુષ્ટિ પ્રિય વૈષ્ણવ અને ધર્મપ્રેમી પરિવાર દ્વારા કોડીનારની હવેલી ખાતે નવનીત પ્રભુ, શ્રી બાલકૃષ્ણ પ્રભુ, શ્રી નટવરલાલ પ્રભુ, શ્રી ગોવર્ધનનાથજી પ્રભુના ૫૬ ભોગ બડો મનોરથનો આયોજન કરવામાં આવ્યું છે. ૧૩ જુનના રોજ સાંજના સમયે પાણી દરવાજા પાસે સામૈયા તથા કોડીનારની બ્રહ્મપુરી ખાતે રાત્રે ૯ઃ૦૦ કલાકે રાજુભાઈ ભટ્ટ જુનાગઢવાળા દ્વારા શ્રીનાથજીની ઝાંખીના દર્શન કરાવાશે. તા. ૧૪ના રોજ કોડીનારની શ્રી નવનીત પ્રિયાજીની હવેલી ખાતે સાંજના ચારથી સાત અવલોકિત દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.










































