અમરેલીમાં માંગા હનુમાન મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ હતી. દેવાભાઇ માંગાભાઇ જાપડાએ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મંદિરમાં રાખેલી દાનપેટીમાં આશરે રૂ. ૩૦૦૦ જેટલી રકમ હતી. રાત્રિ દરમિયાન કોઈ પણ સમયે મંદિરનું તાળું તોડી, કોઈ અજાણ્યો ઈસમ દાનપેટી તથા તેમાં રહેલી આશરે રૂ. ૩૦૦૦ની રોકડ રકમ સાથે ફરાર થઈ ગયો હતો.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. વાય. કાઝી વધુ તપાસ કરી રહ્યા છે.







































