ધ હન્ડ્રેડ, ૧૦૦ બોલની ટુર્નામેન્ટ જેને છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિકેટ ફોર્મેટમાં એક નવા પ્રયોગ તરીકે જાવામાં આવી રહી છે, તે ઇંગ્લેન્ડમાં યોજાઈ રહી છે. આગામી સીઝન ૨૧ જુલાઈથી ૧૬ ઓગસ્ટ દરમિયાન રમાશે. ધ હન્ડ્રેડની આગામી સીઝનમાં એક મોટો ફેરફાર એ છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમો ધરાવતી ઘણી ફ્રેન્ચાઇઝીઓ પણ ધ હન્ડ્રેડમાં ટીમો ધરાવે છે. દરમિયાન, લંડન સ્પિરિટ, જેમણે આગામી સિઝન માટે તેમની ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, તેમણે નવા કેપ્ટન, લિયામ લિવિંગસ્ટોનની જાહેરાત કરી છે, જે ટી ૨૦ ફોર્મેટના અનુભવી ખેલાડી છે. વધુમાં, લંડન સ્પિરિટે પુરુષો અને મહિલા બંને ટીમો માટે કોચિંગ સ્ટાફની જાહેરાત કરી છે.
લિવિંગસ્ટોનને ધ હન્ડ્રેડમાં મુખ્ય ખેલાડી માનવામાં આવે છે, જે શરૂઆતથી જ ટુર્નામેન્ટનો ભાગ રહ્યો છે. લિવિંગસ્ટોન તેની પ્રથમ પાંચ સીઝનમાં બમીગહામ ફોનિક્સ માટે રમ્યો હતો, જેમાં ૨૦૨૫ માં ટીમનું નેતૃત્વ કરવાનો પણ સમાવેશ થાય છે. આગામી સિઝન માટે લંડન સ્પિરિટ દ્વારા ઉમેરવામાં આવેલા ચાર ખેલાડીઓમાં જેમી ઓવરટન, ડેવાલ્ડ બ્રુઇસ અને એડમ ઝામ્પાનો સમાવેશ થાય છે. લિવિંગસ્ટોને અત્યાર સુધી ધ હન્ડ્રેડમાં ૩૬ ઇનિંગ્સમાં ૯૯૬ રન બનાવ્યા છે, જેનાથી તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. કેપ્ટન તરીકે નિયુક્ત થવા પર આનંદ વ્યક્ત કરતા લિવિંગસ્ટોને કહ્યું, “હું આ ટીમની જવાબદારી સંભાળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને મને વિશ્વાસ છે કે અમે ઇતિહાસ બનાવી શકીશું.”
લંડન સ્પિરિટે કોચિંગ સ્ટાફના સભ્યોના નામની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં એન્ડી ફ્લાવરનો સમાવેશ થાય છે, જેમણે ઇઝ્રમ્ ને સતત બીજા આઇપીએલ ટાઇટલ અપાવ્યું હતું, જે અગાઉ મુખ્ય કોચ હતા. દિનેશ કાર્તિક બેટિંગ કોચ અને મેન્ટરની જવાબદારીઓ પણ સંભાળશે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ગ્રીમ સ્વાનને સ્પિન બોલિંગ કોચ, આન્દ્રે એડમ્સને ફાસ્ટ બોલિંગ કોચ અને રિચાર્ડ હાલ્સલને ફિલ્ડીંગ અને વિકેટકીપિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.















































