મંગળવારે સ્થાનિક શેરબજાર લીલા રંગમાં બંધ થયો, વધારા સાથે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિના સંકેતોને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો. આ મુખ્ય પરિબળોને કારણે આજે બજારમાં ખરીદીનો માહોલ જાવા મળ્યો. બેંકિંગ શેરોમાં આજે મજબૂત તેજી જાવા મળી, અને બીએસઇ બેંકેક્સ ૨ ટકાથી વધુના વધારા સાથે બંધ થયો. સપ્તાહના બીજા દિવસે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૯૪.૫૦ પોઈન્ટ (૦.૫૪%) વધીને ૭૩,૯૧૮.૭૬ પર બંધ થયો હતો, અને નિફ્ટી ૫૦ ૧૧૯.૧૦ પોઈન્ટ (૦.૫૨%) વધીને ૨૩,૨૪૨.૧૦ પર બંધ થયો હતો. એ નોંધવું જાઈએ કે સોમવારે બજારમાં તીવ્ર ઘટાડો જાવા મળ્યો હતો. ગઈકાલે, મ્જીઈ સેન્સેક્સ ૭૧૯.૦૮ પોઈન્ટ (૦.૯૭%) ઘટીને ૭૩,૫૨૪.૨૬ પર બંધ થયો હતો, અને નિફ્ટી ૫૦ ૨૪૩.૭૦ પોઈન્ટ (૧.૦૪%) ઘટીને ૨૩,૧૨૩.૦૦ પર બંધ થયો હતો.
મંગળવારે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૮ શેરો લીલા રંગમાં, વધારા સાથે, જ્યારે બાકીના ૧૨ લાલ રંગમાં, નુકસાન સાથે બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ માં, ૫૦ માંથી ફક્ત ૩૧ કંપનીઓ જ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ, જ્યારે બાકીની ૧૯ કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં, એરલાઇન કંપની ઇન્ડીગોના શેર આજે સૌથી વધુ ૪.૦૪ ટકાના વધારા સાથે બંધ થયા. જ્યારે, ટાટા ગ્રુપની કંપની ટાઇટનના શેર આજે સૌથી વધુ ૨.૦૮ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સના અન્ય શેરોની વાત કરીએ તો,એસબીઆઇ ૨.૧૩ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૧.૯૯ ટકા, એક્સીસ બેંક ૧.૯૨ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૮૪ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૮૧ ટકા, ટ્રેન્ટ ૧.૭૯ ટકા, મારુતિ સુઝુકી ૧.૫૬ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૨૩ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૧૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૭ ટકા, બજાજ ફિનસર્વ ૧.૧૫ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૧૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૯ ટકા, એલએન્ડટી ૦.૬૬ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૪૬ ટકા, ટાટા સ્ટીલ ૦.૩૨ ટકા અને આઇટીસી ૦.૨૧ ટકાના વધારા સાથે બંધ થયા છે.
બીજી તરફ, મંગળવારે એનટીપીસીના શેર ૧.૮૨ ટકા, પાવર ગ્રીડ ૧.૬૭ ટકા, ટેક મહિન્દ્રા ૧.૦૨ ટકા, ભારતી એરટેલ ૦.૯૮ ટકા, એટરનલ ૦.૯૧ ટકા, ઇન્ફોસિસ ૦.૫૭ ટકા, સન ફાર્મા ૦.૪૫ ટકા,એચસીએલ ટેક ૦.૩૯ ટકા,બીઇએલ ૦.૨૨ ટકા,ટીસીએસ ૦.૦૯ ટકા અને એચડીએફસી બેંક ૦.૦૨ ટકાના ઘટાડા સાથે બંધ થયા.









































