સાવરકુંડલા તાલુકામાં જનતા ૫ર્સનલ એકસિડન્ટ વીમા પોલિસી યોજના અંતર્ગત દરેક ખાતેદાર ખેડુતો, લાયસન્સદાર વેપારીઓ, મજૂરોનું જુથમાં વિમા પ્રીમીયમ એ.પી.એમ.સી. સાવરકુંડલા દ્વારા પ્રતિવર્ષ ભરીને ખેડુત ૫રીવારોને રૂ. ૧,૦૦,૦૦૦/- ના અકસ્માત વિમા કવચથી આવરી લેવામાં આવે છે. જે અંતર્ગત અકસ્માતથી મૃત્યુ પામનાર આંબરડી ગામના ખેડુત સ્વ.મંજુલાબેન ધીરુભાઈ સાવલિયાના વારસદારને રૂપીયા એક લાખનો ચેક એ.પી.એમ.સી.ના ચેરમેન દિ૫કભાઇ માલાણી દ્વારા એનાયત કરવામાં આવેલ. આ તકે એ.પી.એમ.સી.ના ડીરેકટર બાબુભાઇ માલાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાવચંદભાઈ ચોડવડીયા સહિત ગામના અગ્રણીઓ, આંબરડી સેવા સહકારી મંડળીના મંત્રી ભાવેશભાઈ ચૌહાણ અને એ.પી.એમ.સી. એકાઉન્ટન્ટ મુકેશભાઇ ચોવટીયા ઉ૫સ્થિત હતા.









































