સાવરકુંડલા શહેરમાં તું કેમ મારી સામે જો છો કહી યુવકને છાતીના ભાગે ઢીકા માર્યા હતા. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે વસીમ મહેબુબભાઇ સંધોડ(ઉ.વ.૨૫) એ આર્યન આસિફભાઇ કુરેશી, આફતાબ આસિફભાઇ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘર પાસે આવેલ ગલ્લે ગયા હતા. ત્યાં રસ્તામાં આર્યન કુરેશી પોતાની નમકીનની ગાડી લઇને મળ્યો હતો અને તું કેમ મારી સામે જો છો તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમજ ઝપાઝપી કરી છાતીના ભાગે ત્રણ ઢીકા મારી જતો રહ્યો હતો. થોડીવાર પછી તેઓ રોશની પાનના ગલ્લે ઉભા હતા ત્યારે બંને આરોપીએ આવી શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી, જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.