સુરતમાં ગાધકડા પટેલ પ્રગતિ મંડળનો ૪૨મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ અવસરે રક્તદાન કેમ્પ યોજાયો હતો અને ધોરણ-૧ થી ૧૨માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં સુખરામ ગૃપના નનુભાઈ કે. સાવલીયા અધ્યક્ષ સ્થાને હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ક્યાડા, સારોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. સંદિપ વેકરીયા તેમજ એસ.ઓ.જી. ના પી.આઈ. કિરીટભાઈ સાવલીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘ગાધકડા ગૌરવ’ અંતર્ગત વિવિધ ક્ષેત્રે સમાજનું નામ રોશન કરનાર ડાયમંડ હોસ્પિટલના ડો. નીતીન માંડાણી, બેંક ઓફ બરોડા-વિજપડીના ખોડિદાસ બોરડ, પોરબંદર ગર્વેમેન્ટ હાઈસ્કુલના ડોબરીયા કૌશીક, એડવોકેટ ગોપીબેન ઠુમ્મર અને એડવોકેટ હાર્દિક ડોબરીયાનું સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.








































