ઉના તાલુકાના ચીખલી ગામના ચોકમાં પહેલી જૂનના રોજ અક્ષય મોહનભાઈ મકવાણા નામના યુવાનની ધોળે દિવસે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નવાબંદર મરીન પોલીસે આ ગુનામાં ગણતરીના કલાકોમાં જ કોબ ગામના કેતન નાનાજી ભાલિયા, સુનિલ માધાભાઈ બારીયા અને એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આશરે એક મહિના પહેલાં ચીખલી ગામના વિજયભાઈનો વિદેશી દારૂ દીવમાં પકડાયો હતો. મૃતક અક્ષય તેમની સાથે રહેતો હોવાથી આરોપીઓને તેની પર શંકા હતી અને આ બાબતનું મનદુખ રાખતા હતા.