ધોરાજીના ભાદર-૧ ડેમમાંથી ભાદર કમાન્ડ એરિયાના ખેડૂતો માટે પ્રિ-ખરીફ સીઝનનું સિંચાઈનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેડૂતોના પાકને ધ્યાનમાં રાખીને ભાદર-૧ની કેનાલમાં પ્રિ-ખરીફ સીઝન માટે કુલ ૧૦૦૦ MCFT જેટલો પાણીનો જથ્થો મુક્ત કરવામાં આવ્યો છે. તંત્રના આ નિર્ણયથી આશરે ૬૦૦૦ હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. વહીવટી તંત્ર દ્વારા સમયસર કેનાલમાં પાણી છોડવામાં આવતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને આ પાણી આગામી પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે.








































