કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દેશની શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. શનિવારે ઠ પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું કે વિશ્વગુરુ બનવાના મોટા દાવા કરતી સરકાર એક પણ પરીક્ષા યોગ્ય રીતે યોજવામાં અસમર્થ છે.
રાહુલ ગાંધીની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે નેશનલ ટેસ્ટીગ એજન્સી એ અહેવાલ આપ્યો છે કે દેશભરમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે શનિવારે લેવામાં આવેલી સીયુઇટી યુજી ૨૦૨૬ પરીક્ષા, કેટલાક કેન્દ્રો પર ટેકનિકલ ખામીઓને કારણે મોડી શરૂ થઈ હતી. જાહેરાત
કોંગ્રેસ નેતાએ ‘એકસ’ પર કહ્યું, નીટ સીબીએસઇ,એસએસસી અને આજે સીયુઇટી ચાર પરીક્ષાઓ. બાળકો. એક પણ પરીક્ષા પ્રામાણિકપણે લેવામાં આવી ન હતી.” તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં એક પણ પરીક્ષા યોગ્ય રીતે લેવામાં આવી રહી નથી. તે જ સમયે, “વિશ્વ નેતા” બનવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ આખી શિક્ષણ વ્યવસ્થાનો નાશ કર્યો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ વધુમાં કહ્યું, “જે પેઢીનું ભવિષ્ય તમે બરબાદ કરી રહ્યા છો તે જ પેઢી તમને જવાબદાર ઠેરવશે.”
કોંગ્રેસ નેતાએ શુક્રવારે એમ પણ કહ્યું કે સીબીએસઇ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને શિક્ષણ પ્રધાન સામે કાર્યવાહીના અભાવ પર વડા પ્રધાનનું મૌન દર્શાવે છે કે તેઓ ફક્ત તેમની સરકાર બચાવવાની ચિંતા કરે છે, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની નહીં.
રાહુલ ગાંધીએ અગાઉ દ્ગઈઈ્‌ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો એક વીડિયો શેર કર્યો હતો અને પેપર લીકના પગલે પરીક્ષા પ્રણાલી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે નીટ વિદ્યાર્થીઓ સાથેની તેમની મુલાકાતથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છેઃ ભારતના યુવાનો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરતા નથી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું, “તેઓએ મને કહ્યું કે પેપર વોટ્‌સએપ અને ટેલિગ્રામ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. કયા ભાવે, કોણ ખરીદી રહ્યું છે, માફિયા કેવી રીતે કાર્યરત છે – આ વિદ્યાર્થીઓ આ બધું જાણે છે. તેમનો એક જ પ્રશ્ન હતોઃ સરકાર અને સંસ્થાઓને આપણે જે જાણીએ છીએ તે કેમ ખબર નથી? સત્ય એ છે કે, આ બાળકો સરકાર કરતાં વધુ સારી રીતે જાણે છે કે આ સડેલી સિસ્ટમને કેવી રીતે ઠીક કરવી.”