બાબરા બ્રહ્મ સમાજ દ્વારા સમાજનું ગૌરવ વધારતા અને વિવિધ ક્ષેત્રોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય કાર્યક્રમ આગામી ૭ જૂન, રવિવારના રોજ સાંજે ૪ઃ૦૦ કલાકે બાબરા સ્થિત ગાયત્રી મંદિર ખાતે યોજાશે. જાહેર જીવન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા પ્રતિનિધિઓને આ પ્રસંગે બિરદાવવામાં આવશે. આ સમારોહ દરમિયાન નગરપાલિકા ઉપપ્રમુખ યજ્ઞેશ શુક્લ, સભ્યો મયુરભાઈ રાવળ અને રમેશ તેરૈયા, નાગરિક બેંકના ડિરેક્ટર બળવંતભાઈ ચાવ, તેમજ અતુલભાઈ ત્રિવેદી અને ગૌરવભાઈ તેરૈયા સહિતના આગેવાનોનું વિશેષ સન્માન કરાશે. બ્રહ્મ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશે.









































