ભાવનગર જિલ્લાના નાની કુંડળ ગામ ખાતે આવેલા પવિત્ર ત્રિવેણી માતાજીના મંદિર પરિસરમાં આજે એક વિશેષ પ્રકૃતિલક્ષી અને સેવાકીય કાર્યક્રમ સંપન્ન થયો હતો. પરમ પૂજ્ય મહંત અવધબિહારીદાસજી બાપુના દિવ્ય સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા તથા વિસ્તારના લોકપ્રિય અને ઉત્સાહી યુવા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે ઉપસ્થિત સૌ આગેવાનો અને ગ્રામજનો દ્વારા પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે ઉત્સાહભેર
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પરમ પૂજ્ય બાપુ અને સમસ્ત ગ્રામજનોએ બંને જનપ્રતિનિધિઓનું સ્વાસ્થ્ય સદાય નિરોગી અને દીર્ઘાયુ રહે તેવી ત્રિવેણી માતાજીના ચરણોમાં શ્રધ્ધાપૂર્વક મંગલ પ્રાર્થના કરી હતી.