સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે બે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ બચુભાઈ વાઘાભાઈ વાળા, કેસાનાથ બાલાનાથ દાવાણી, અનીલનાથ ન્યાલનાથ માંગરોળીયા, કિશનનાથ મહેશનાથ માંગરોળીયા અને સુનીલનાથ જેસલનાથ માંગરોળીયાની પોલીસે અટકાયત કરી હતી. ભુપતભાઈ દેવાભાઈ માંગરોળીયા તથા અલ્પેશનાથ ઉર્ફે લાલો ભીખાનાથ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસને સ્થળ પરથી રોકડા રૂ. ૧૦,૨૨૦ તથા ગંજીપત્તાના ૧૦૪ પત્તા મળી આવ્યા હતા. પોલીસે તમામ શખ્સો સામે ગૂનો નોંધી તપાસ શરૂ કરી છે.










































