સાવરકુંડલાના ખડકાળા ગામની સીમમાંથી ૫ જુગારીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી રૂપિયા ૧૬,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ રેડ દરમિયાન પ્રતાપભાઇ આપાભાઇ ખુમાણ, કાળુભાઇ ગીગાભાઇ સૈયદ, કલ્પેશભાઇ રમેશભાઇ વસોયા, મહેશભાઇ મુકુંદભાઇ ભટ્ટ તથા ભરતભાઇ ગોબરભાઇ સાથળા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આ તમામ પાસેથી રોકડા રૂપિયા ૧૬,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.









































