નિકાસ પ્રક્રિયા:(એકસપોર્ટ પ્રોડયુસર) ફળોના નિકાસ માટે ખુબ અગત્યની પ્રક્રિયા નીચે મુજબ છેઃ
૧. ખરીદનાર શોધવ (Buyer Identification), નિકાસ પ્રક્રિયાનો પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું ખરીદનાર શોધવાનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વિશ્વસનીય ઈમ્પોર્ટર અથવા ગ્રાહક શોધવા માટે ટ્રેડ ફેયર, ઓનલાઈન પ્લેટફોર્મ, એક્સપોર્ટ પ્રમોશન એજન્સીઓ અને બિઝનેસ નેટવર્કનો ઉપયોગ થાય છે. ખરીદનારની વિશ્વસનીયતા, ચુકવણી ક્ષમતા અને બજાર માંગનું મૂલ્યાંકન કરવું જરૂરી છે, જેથી સુરક્ષિત અને સફળ વેપાર શક્ય બને.
૨. APEDA ની માન્યતા મેળવવી. એપેડા ભારત સરકારની સંસ્થા છે જે કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપે છે. તે નિકાસકારોને રજીસ્ટ્રેશન માર્ગદર્શન. તાલીમ અને સહાય આપે છે. ગુણવત્તા ધોરણો. પેકિંગ લેબલિંગ અને ટ્રેસેબિલિટી સિસ્ટમ માટે માર્ગદર્શન આપે છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ફળોની માંગ અને વિશ્વસનીયતા વધે. ગુણવત્તા તપાસ અને ગ્રેડિંગ.
૩,IEC (ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ) ભારતમાંથી કોઈપણ માલની આયાત-નિકાસ કરવા માટે ફરજિયાત ૧૦ અંકનો અનન્ય કોડ છે. જે DGFT(Directroate General of Froeign Trade) (ઓનલાઈન https://www.left.com.in વેબસાઈટ પર થી મેળવી શકાય છે.) દ્વારા આપવામાં આવે છે. નિકાસ શરૂ કરવા માટે IEC જરૂરી છે. આ કોડ વગર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકતી નથી.IEC એકવાર મેળવ્યા પછી જીવનભર માન્ય રહે છે અને તેમાં કોઈ રિન્યુઅલની જરૂર નથી.
૪. ઇન્ડોટર્મ્સ નક્કી INCOTERMS એટલે International Commercial Terms,, જે આંતરરાષ્ટ્રીય વેપારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે જવાબદારીઓ નક્કી કરે છે. તેમાં માલનો ખર્ચ. ટ્રાન્સપોર્ટ, ઈન્સયોરન્સ અને જોખમ કોના પર રહેશે તે સ્પષ્ટ થાય છે. સામાન્ય ઈન્કોટમર્સમાં FOB (Free on Board), CIF (Cost, Insurance and Freight) અને EXW (Ex Wroks) સમાવેશ થાય છે, જે નિકાસ પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવે છે.
૫. પેકિંગ (Exprot standard packaging) કરતી વખતે ખાસ કાળજી રાખવી. નિકાસ માટે ફળોને યોગ્ય રીતે પેક કરવું ખૂબ જ જરૂરી છે. મજબૂત અને હવા પસાર થાય તેવી પેકિંગ સામગ્રીનો ઉપયોગ થાય છે જેથી ફળોને નુકસાન ન થાય. આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ ગ્રેડિંગ, લેબલિંગ અને બારકોડિંગ કરવામાં આવે છે, જેથી ગુણવત્તા જળવાય અને સરળ ટ્રેકિંગ શક્ય બને
૬. કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી. ફળોની તાજગી જાળવવા માટે કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય છે. યોગ્ય તાપમાન અને ભેજ નિયંત્રણથી ફળો લાંબા સમય સુધી સારા રહે છે અને નિકાસ દરમિયાન બગાડ ટાળવામાં મદદ મળે છે.
૭. કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયા કરવી. નિકાસ પહેલા માલ કસ્ટમ વિભાગ દ્વારા તપાસવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો ડ્‌યુટી અને નિયમોનું પાલન કર્યા બાદ કસ્ટમ ક્લિયરન્સ મળે છે. આ પ્રક્રિયા દ્વારા ખાતરી થાય છે કે માલ કાયદેસર રીતે નિકાસ માટે તૈયાર છે.
૮. શિપમેન્ટ અને ડોક્યુમેન્ટેશન Invoice, Packing List, Bill of Lading માટે દસ્તાવેજ બનાવવા જરૂરી છે. નિકાસ માટે જરૂરી દસ્તાવેજોમાંInvoice, Packing List Bill of Lading મુખ્ય છે. શિપમેન્ટ દરમિયાન આ દસ્તાવેજો માલની વિગતો. માલિકી અને પરિવહન માહિતી દર્શાવે છે. યોગ્ય ડોક્યુમેન્ટેશનથી નિકાસ પ્રક્રિયા સરળ બને છે અને કોઈપણ વિલંબ ટાળવામાં મદદ મળે છે.
ફાળો પેકિંગ કર્યાં બાદ ખેડૂત મિત્રોએ શરૂઆતમાં આગળની તમમાં પ્રક્રીયા કસ્ટમ હાઉસિંગ એજન્ટ (CHA) મારફત પણ કરાવી શકાય છે.
ગુણવત્તા જાળવણી (Quality Maintenance)
દરેક દેશની માંગણી અને ગાઈડલાઈન્સ પ્રમાણે અલગ અલગ ગુણવત્તા જાળવણીની ટ્રીટમેન્ટ આપવાની હોય છે જેની માર્ગદર્શન APEDA દ્વારા મેળવી શકાય છે.
હોટ વોટર ટ્રીટમેન્ટ (Hot Water Treatment)
વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT)
ઈરેડિએશન
ટ્રેસેબિલિટી સિસ્ટમ
અમેરિકા માટેHot Water Treatment, જાપાન માટે Vapour Heat Treatment અને યુરોપ માટે Traceabilit જરૂરી છે. હલાલ પ્રમાણપત્ર એ ખાતરી આપે છે કે ફૂડ પ્રોડક્ટ ઇસ્લામિક નિયમો મુજબ તૈયાર અને પ્રોસેસ થયેલ છે. ફળો સ્વાભાવિક રીતે હલાલ હોય છે, પરંતુ પ્રોસેસિંગ, પેકિંગ અને હેન્ડલિંગ દરમિયાન હલાલ ધોરણોનું પાલન જરૂરી છે. ખાસ કરીને મધ્ય પૂર્વ દેશોમાં નિકાસ માટે હલાલ પ્રમાણપત્ર મહત્વપૂર્ણ છે, જેથી બજારમાં સ્વીકાર્યતા વધે છે.
નિષ્કર્ષઃ-
ભારતમાંથી ફળોના નિકાસમાં વિશાળ સંભાવનાઓ છે. યોગ્ય ટેક્નોલોજી, ગુણવત્તા નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને ખેડૂત અને ઉદ્યોગકારો મોટી આવક મેળવી શકે છે. ફળોના નિકાસ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળી શકે છે.