લાઠીના શેખ પીપરીયા ગામેથી એક યુવક ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ચાલી નીકળ્યો હતો. આ અંગે વિજયભાઇ જેઠાભાઇ બોદરે (ઉ.વ. ૩૦) જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ જયદેવભાઈ બોદર પાંચ દિવસ પહેલા પોતાના ઘરેથી ક્યાંય પણ કહ્યા વગર ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી નહોતી, જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.








































