અત્યારની કાળઝાળ ગરમીમાં લાઠી શહેરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ‘છાશ સેવા યજ્ઞ’ શરૂ કરવામાં આવ્યો છે. પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આ પહેલ અંતર્ગત દરરોજ ૩૫૦૦થી ૪૦૦૦ લોકોને શુધ્ધ અને ઠંડી છાશનું નિશુલ્ક વિતરણ કરાય છે. આ સેવાનો મુખ્ય હેતુ લોકોને ગરમીથી રાહત આપવાનો છે. લાઠીના વિસ્તારોમાં છાશનું વિતરણ કરવામાં આવે છે, જેથી વધુ લોકો તેનો લાભ લઈ શકે. શ્રમિકોને આ ઠંડી છાશ પીવડાવવામાં આવે છે. સ્થાનિકો આ પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે.