બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના ભાજપના વિજેતા ઉમેદવાર વિશ્વાબેન નકુમ દ્વારા સતવારા સમાજ ખાતે ‘હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જૂનાગઢની અમૃત હોમિયોપેથી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી, જેનો શહેર અને ગ્રામ્ય વિસ્તારના અંદાજે ૧૨૦ જેટલા દર્દીઓએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. અહીં દર્દીઓના સચોટ નિદાન બાદ તેમને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખો અને વિવિધ પદાધિકારીઓએ વિશ્વાબેનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી તેમને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા. કાર્યકરો અને સતવારા સમાજના યુવાનોની જહેમતથી આ સેવાકીય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.










































