અમરેલીની યુ. બી. ભગત સાયન્સ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના B.Sc. (BT) સેમેસ્ટર-ફ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કોલેજનું કુલ પરિણામ ૯૫% રહ્યું છે, જેમાં વિશેષતા એ છે કે ઉત્તીર્ણ થયેલી તમામ વિદ્યાર્થીનીઓએ ૧૦૦% ફર્સ્ટ ક્લાસ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે.તેજસ્વી વિદ્યાર્થીનીઓમાં કારીયા કેરવી ૮૯.૮૨% સાથે પ્રથમ, ઠાકર ધરીત્રી ૮૩.૮૨% સાથે બીજા અને ચત્રોલા તન્વી ૮૩.૬૪% સાથે ત્રીજા ક્રમે રહી છે. આ ભવ્ય સફળતા બદલ શ્રી અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત અને કોલેજ સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.








































