બાબરા તાલુકાના વાંડળીયા ગામની વર્ષો જૂની માંગણીને સંતોષતા ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા પૂર સંરક્ષણ દિવાલ (પ્રોટેક્શન વોલ)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા અંદાજે રૂ. ૪૩.૫૦ લાખના ખર્ચે આ દિવાલનું નિર્માણ થશે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના પ્રવાહને કારણે રહેણાંક વિસ્તારો અને ખેતરોને થતું નુકસાન અટકાવવા માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો સાબિત થશે.ધારાસભ્ય જનક તળાવીયાએ આ અવસરે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની સુરક્ષા અને સુખાકારી એ સરકારની પ્રાથમિકતા છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપના હોદ્દેદારો, સંગઠનના કાર્યકર્તાઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































