એસઆઇઆરના કારણે બંગાળમાં મુસ્લિમ મતદારોના નામ જાણી જાઈને કાઢી નાખવામાં આવ્યા હતા
કર્ણાટકના પાટનગર બેંગલુરૂમાં સેન્ટ માર્ક્સ રોડ પર આવેલા આશીર્વાદ સેન્ટરમાં ‘સીમાંકન, મહિલા અનામત બિલ અને એસઆઇઆર’ પર જાહેર ચર્ચા યોજાઇ હતી, જેમાં ચૂંટણીની નિષ્પક્ષતા, મતદાન અધિકાર અને ભારતમાં સંઘવાદના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વકીલો, કાર્યકરો, ખેડૂત નેતાઓ અને પૂર્વ રાજકીય પદાધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે મતદાર યાદીઓમાં છેડછાડ, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને સીમાંકન અને મહિલા અનામત સંબંધિત બદલાવો દ્વારા લોકશાહી સંસ્થાઓને નબળી પાડવામાં આવી રહી છે.
સભાને સંબોધતા, સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ભારતની ચૂંટણી લોકશાહી ઘેરામાં છે અને દાવો કર્યો કે ચૂંટણી પંચ અને મતદાર યાદીઓ સહિત લોકશાહી સંસ્થાઓ “ખૂબ જ શંકાસ્પદ” બની ગઈ છે તેમણે વાત કરતા, તેમણે કહ્યું કે નાગરિકોએ સરકાર દ્વારા ડેમોક્રેસીને હાઇજેક કરવા સામે એક વિશાળ જન આંદોલન શરૂ કરવું જાઈએ.
પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કવાયતને કારણે મુસ્લિમ મતદારોના નામ ટાર્ગેટ કરીને હટાવવામાં આવ્યા અને દાવો કર્યો કે લગભગ ૯૧ લાખ નામ હટાવી દેવામાં આવ્યા છે, તેમણે તર્ક આપ્યો કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ફક્ત મતદાર યાદીઓના સઘન સુધારાની મંજૂરી આપે છે, સંપૂર્ણપણે નવી મતદાર યાદીઓ બનાવવાની નહીં.
તેમણે ચૂંટણી પંચ પર પારદર્શિતા વિના કામ કરવાનો આરોપ પણ લગાવ્યો અને બિહારમાં લાખો લોકોને મોકલવામાં આવેલી કથિત નોટિસનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમને મતદાર તરીકેની તેમની યોગ્યતા સાબિત કરવા કહેવામાં આવ્યું હતું.તેમણે જેને ઉતાવળમાં સુધારો ગણાવ્યો હતો તેના બદલે, પ્રશાંત ભૂષણે મતદાર યાદીઓનું સોશિયલ ઓડિટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આમાં મતદાન વિસ્તારોના રહેવાસીઓ દ્વારા સામૂહિક રીતે મતદાર યાદીની તપાસ કરવામાં આવે છે જેથી ખાતરી કરી શકાય કે કોઈ નામ ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા નથી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં ઉચ્ચ મતદાન, મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાની પ્રતિક્રિયા હતી. મહિલા અનામત બિલ અને સીમાંકનના મુદ્દા પર, પ્રશાંત ભૂષણે મોદી સરકારની ટીકા કરી હતી કે તેમણે આ બે મુદ્દાઓને એકબીજા સાથે જાડી દીધા છે.પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે આ પગલું દક્ષિણ રાજ્યોના પ્રતિનિધિત્વને ઘટાડીને લોકસભાની બેઠકો વધારવાનો છે. તેમણે કહ્યું, “જા સરકાર ખરેખર મહિલા સશક્તિકરણ પ્રત્યે ગંભીર હોત, તો વર્તમાન ૫૪૩ સભ્યોની લોકસભામાં જ અનામતનો અમલ કરી શકત.”
એડવોકેટ સુધીર કુમાર મુરોલીએ મતદાન અધિકારોના રક્ષણ માટે જન આંદોલનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે ચિંતાઓ જોઇ પ્રક્રિયા સામે નહીં, પરંતુ તેના અમલીકરણમાં કથિત ખામીઓ, ખાસ કરીને મતદારોના નામ કાઢી નાખવા સામે હતી. પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કરતા, તેમણે દાવો કર્યો કે એસઆઇઆર મોનિટરિંગ અધિકારી પાછળથી મુખ્યમંત્રીના ખાસ ફરજ અધિકારી બન્યા, તેમની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કરે છે.
મુરોલીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે એવા મતવિસ્તારોમાં હસ્તક્ષેપ કરવો જાઈએ જ્યાં વિજયનું માર્જિન કાઢી નાખેલા મતોની સંખ્યા કરતા ઓછું હોય. તેમણે નાગરિકોને બૂથ-સ્તરના અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓ સાથે તેમની મતદાન સ્થિતિ ચકાસવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણી પંચમાં જાહેર વિશ્વાસ ફક્ત “સ્વચ્છ અને ન્યાયી ચૂંટણીઓ” દ્વારા જ પુનઃસ્થાપિત કરી શકાય છે.
ખેડૂત કાર્યકર વીરસંગય્યાએ કહ્યું કે ખેડૂતો, મજૂરો, દલિતો અને લઘુમતીઓ રેકોર્ડમાં નાની ભૂલોને કારણે મતદાર યાદીમાંથી દૂર કરવાના વધુ શિકાર બને છે, તેમણે દાવો કર્યો હતો કે ૫૪૦થી વધુ ખેડૂત સંગઠનો અને મજૂર સંગઠનો ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો જીંઇ પ્રક્રિયાની અસર પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું, આજે સંસદમાં ખેડૂતો અને મજૂરો માટે કોઈ ન્યાય નથી અને સંયુક્ત જન આંદોલનનું આહ્વાન કર્યું હતું. કાર્યકર્તા તનવીર અહેમદે વર્તમાન ચૂંટણી પ્રણાલીની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યો અને સૂચન કર્યું કે વિવિધ પક્ષો અને સ્વતંત્ર જૂથોના ઉમેદવારોએ એક થવું જાઈએ જેથી તેઓ નિષ્ફળ લોકશાહી માળખાને પડકારી શકે. પૂર્વ આરએસએસ નેતા રામેગૌડાએ ભાજપ પર ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે એજન્સીઓ અને ચૂંટણી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં ભાજપને ઓછા મત મળવાની આશા હતી ત્યાં મતદારોને નામ હટાવવામાં આવ્યા ગહતા.તેમણે બેલેટ સિસ્ટમની ગુપ્તતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો કે બૂથો પાસેથી મળનારા ચૂંટણી ડેટાનો ઉપયોગ પસંદગીના મતદારોને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો.







































