દામનગર શહેરમાં તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો-૧૨નું સમગ્ર અમરેલી જિલ્લામાં ૧૦૦% પરિણામ જાહેર થયું છે. આ શાળા હજારો દીકરીઓને વિના મૂલ્યે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે મહાત્મા ગાંધીના આદર્શોની સાથે દીકરીઓનું ઉત્તમ ઘડતર કરે છે. વિદ્યાર્થિનીઓના ઉજ્જવળ પરિણામથી સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.