અમરેલીના પ્રતાપપરા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધા લાભુબેન રવજીભાઈ પંચાળાએ સંજયભાઇ રમેશભાઇ પંચાળા વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગત મુજબ, ગત તા. ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે જ્યારે લાભુબેન સામાવાળા પાસે પોતાના અગાઉ આપેલા ઉછીના નાણાં પરત લેવા ગયા હતા, ત્યારે આર્થિક વ્યવહારના મનદુઃખમાં સંજયભાઇએ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. સામાવાળાએ લોખંડના પાઇપ વડે લાભુબેનને સાથળના ભાગે તેમજ જમણા હાથની આંગળી પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સાથે જ બિભત્સ ગાળો આપી ગુન્હો આચર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પી.આર. બાવળીયાએ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








































