સાવરકુંડલા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર અને લોકસેવા ક્ષેત્રે ‘૧૦૮’ જેવું બિરુદ મેળવનાર ‘શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ’ દ્વારા તાજેતરમાં શહેરના નિષ્ઠાવાન ડ્ઢરૂજીઁ વિરલ ચંદનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ પ્રસંગે સંસ્થાના સભ્યોને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું ભાવભેર સન્માન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ટ્રસ્ટના પ્રતિનિધિઓએ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે ચોવીસ કલાક કાર્યરત એમ્બ્યુલન્સ સેવા, અંતિમ યાત્રા માટેનો શાંતિ રથ, સાપ્તાહિક કઢી-ખીચડીનો પ્રસાદ અને રક્તદાન જેવી ઈમરજન્સી સેવાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.









































