સાવરકુંડલા શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને સફળતા મળી હતી. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાંના સમયગાળામાં શંકાસ્પદ હાલતમાં લપાતો-છુપાતો ભટકતો એક શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સાવરકુંડલા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ધીરુભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ. ૫૫) નામનો શખ્સ રાત્રિના અંધકારનો લાભ લઈ શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો હતો. પોલીસને જોતા જ આ શખ્સે છુપાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસકર્મીઓએ તેને પકડી પાડ્‌યો હતો. આ શખ્સ અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ અને તે કયા ઈરાદાથી ભટકતો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.