ધ વોલ સ્ટ્રીટ જર્નલે આ બાબતથી પરિચિત સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી અઠવાડિયે ઈસ્લામાબાદમાં વાટાઘાટો ફરી શરૂ થઈ શકે છે. જર્નલના જણાવ્યા અનુસાર, બંને પક્ષો એક પાનાના, ૧૪-મુદ્દાના સમજૂતી કરારનો મુસદ્દો તૈયાર કરવા માટે મધ્યસ્થી સાથે કામ કરી રહ્યા છે. તેનો હેતુ યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી એક મહિના સુધી ચાલનારા સંવાદ માટે એક માળખું સ્થાપિત કરવાનો છે.
એ નોંધવું જાઈએ કે પાકિસ્તાની મધ્યસ્થી હેઠળ અમેરિકા અને ઈરાન વચ્ચે અગાઉ બે રાઉન્ડની વાટાઘાટો યોજાઈ હતી, પરંતુ બંને બેઠકો નિષ્ફળ ગઈ હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ તેમના પ્રતિનિધિમંડળ સાથે પ્રથમ રાઉન્ડની વાટાઘાટો માટે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. જાકે, વાટાઘાટોના પ્રથમ રાઉન્ડનું કોઈ પરિણામ આવ્યું ન હતું, જેના કારણે બીજા રાઉન્ડ થયો. બંને પક્ષો બીજા રાઉન્ડમાં પણ કોઈ કરાર પર પહોંચી શક્યા નહીં. જાકે, બંને દેશો વચ્ચે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો.
વ્હાઇટ હાઉસ સાઉથ લાન પર મરીન વન પર ચઢતા પહેલા, ટ્રમ્પે મીડિયાને કહ્યું, “મને આજે રાત્રે એક પત્ર મળશે. અમે જાઈશું શું થાય છે.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેહરાન ઇરાદાપૂર્વક પ્રક્રિયા ધીમી કરી રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું, “આપણે ટૂંક સમયમાં જાણીશું.”
રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો કે જા વાટાઘાટો અટકે તો વોશિંગ્ટન પોતાનું વલણ કડક કરી શકે છે. તેમણે કહ્યું, “જા વસ્તુઓ સારી રીતે નહીં ચાલે, તો આપણે બીજા રસ્તો અપનાવીશું. જા વસ્તુઓ સારી રીતે નહીં ચાલે, તો આપણે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર પાછા જઈ શકીએ છીએ, પરંતુ તે ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ હશે, જેનો અર્થ એ છે કે તેમાં કેટલાક વધારાના પગલાં લેવા પડશે.”
આ દરમિયાન, ટ્રમ્પે યુક્રેન યુદ્ધને બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ગંભીર ઘટનાઓમાંની એક ગણાવી અને કહ્યું કે તેઓ વર્તમાન મર્યાદિત યુદ્ધવિરામના વિસ્તરણનું સ્વાગત કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું લડાઈમાં વિરામ ત્રણ દિવસથી વધુ સમય સુધી ચાલી શકે છે, ત્યારે તેમણે કહ્યું, “કદાચ. તે સારું રહેશે. હું તેને બંધ થતો જાવા માંગુ છું.”