અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી કુલ ૬ શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. જેમાં સરંભડા ગામેથી ૨, મોટા માણસાથી ૨ તેમજ માયાપાદર અને સાવરકુંડલામાંથી ૧-૧ શખ્સની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































