સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામે બે દિવસ પહેલાના રોજ રાત્રે આઠ વાગ્યે ઘટના બની હતી. આ મામલે મજૂરીકામ કરતા ૪૦ વર્ષીય રામજીભાઇ વશરામભાઇ વાઘેલાએ વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની હકીકત એવી છે કે ફરિયાદીના સાહેદના ઘર પાસેની શેરીમાં વાસણ સાફ કરી રહ્યા હતા ત્યારે આરોપી બકુલભાઇ માધાભાઇ વાઘેલાએ ત્યાં આવી રસ્તા પર પાણી કેમ નાખો છો તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતા બકુલભાઇએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે ફરિયાદી વચ્ચે છોડાવવા પડ્‌યા ત્યારે આરોપીએ અન્ય બે શખ્સો કાળુભાઇ ઉર્ફે પ્રતાપભાઇ અને રણજીતભાઇને બોલાવી ફરિયાદી તથા સાહેદને મુંઢ માર મારી ધક્કો મારી નીચે પાડી દીધા હતા. આ ત્રણેય આરોપીઓ સામે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.