અમરેલી પેરોલ ફ્‌લો સ્ક્વોડે એક મહત્વની સફળતા મેળવી છે. રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ૧૫ દિવસની ખાસ ડ્રાઇવ અંતર્ગત, બાબરા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી રમેશભાઈ મુળાભાઈ સોંદરવા (રહે. પાનસડા)ને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપી પોતાની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી, ગાળો બોલી અને માર મારી નાસતો ફરતો હતો, જેની સામે કોર્ટે વોરંટ પણ ઇશ્યુ કર્યું હતું. પેરોલ ફ્‌લો સ્ક્વોડના પી.એસ.આઈ. એન.જી. સાપરા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને અમદાવાદના વાસણા ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને બાબરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.