ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ છેલ્લે ફોર્મ ખેંચવા સુધીની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
ભાવનગરના ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ, મહાનગરપાલિકાની ૫૨ બેઠકમાં કુલ ૪૨૬ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૨૭૪ અમાન્ય રહ્યા છે. ઉમેદવાર ૨૨૮ છે, ત્યારે માન્ય ૧૫૨ છે. જેમાં ભાજપના ૫૨ ઉમેદવાર, કોંગ્રેસના ૫૦ ઉમેદવાર, બહુજન સમાજવાદી પાર્ટીના ૫ ઉમેદવાર, સામ્યવાદી પક્ષના એક ઉમેદવાર, સામ્યવાદી માર્કસવાદી ૧ ઉમેદવાર, આમ આદમી પાર્ટીના ૩૧ ઉમેદવાર, ઓલ ઇન્ડિયામજલીસએ એતિહાદુલ મુસ્લિમન ૧ ઉમેદવાર, અન્ય પક્ષના ૩ ઉમેદવાર અને અપક્ષના ૬ ઉમેદવાર મળીને હાલમાં હવે મેદાનમાં કુલ ૧૫૦ જેટલા ઉમેદવારો રહ્યા છે, જે આગામી ૫૨ બેઠક ઉપર ચૂંટણી લડવાના છે.
ભાવનગર જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતો આવેલી છે. તમામ તાલુકાની પંચાયતોની ૨૧૦ બેઠક છે. જેમાં ભરાયેલા ફોર્મ ૮૫૫, ઉમેદવાર ૮૪૯ તેમાંથી અમાન્ય ઠરેલા ૧૯૨, માન્ય ઠરેલા ૬૬૩ અને પરત ખેંચાયા હોય તેવા ૧૬ ફોર્મ છે. તેમાં જાઈએ તો ભાજપના ૨૦૬ ઉમેદવાર, કોંગ્રેસના ૨૦૩ ઉમેદવાર, બહુજન સમાજવાદી પાર્ટીના ૧૧ ઉમેદવાર, આમ આદમી પાર્ટીના ૧૬૬ ઉમેદવાર, અપક્ષમાંથી ૫૨ ઉમેદવાર અને કુલ ઉમેદવારો ૬૪૩ મેદાનમાં રહ્યા છે, જેમાં ચાર જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે.
ભાવનગર જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠક છે, તેમાં ભરાયેલા ફોર્મ ૨૦૯, ઉમેદવાર ૨૦૩, અમાન્ય ઠરેલા ૬૯, માન્ય ઠરેલા ૧૪૦ અને પરત ખેંચાયો તેવા ૪ ફોર્મ છે. હવે તેમાં જાઈએ તો ભાજપના ૪૦ ઉમેદવારો, કોંગ્રેસના ૪૦ ઉમેદવારો, આમ આદમી પાર્ટીના ૩૯ ઉમેદવારો, અપક્ષના ૧૫ ઉમેદવારો મળીને કુલ ૧૩૬ જેટલા ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જા કે જિલ્લા પંચાયતની એક પણ બેઠકમાં બિનહરીફ થવા પામ્યા નથી. આમ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચિત્ર સ્પષ્ટ થયું છે.









































