લાઠીની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવનિર્મિત ટીમ દ્વારા પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ, મામલતદાર રાજ્યગુરુ, તાલુકા વિકાસ અધિકારી માંજરિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગભાઈ જોષી, બી.આર.સી.કો.ઓર્ડીનેટર પિયુષભાઈ વીરડિયાની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જીલ્લા અધ્યક્ષ વિજયભાઈ મકવાણા, સંગઠન મંત્રી કલ્પેશભાઇ સાબવા, તાલુકા અધ્યક્ષ અલ્પેશભાઈ કાકડીયા, તાલુકા મહામંત્રી મહેશભાઈ ચૌહાણ, સંગઠન મંત્રી આશિષભાઈ જાની, કોષાધ્યક્ષ રજનીભાઇ બઢિયા, સહ સંગઠન મંત્રી ચેતનભાઈ સોલંકી, પ્રચારમંત્રી ઘનશ્યામભાઈ સોળીયા, સહ પ્રચારમંત્રી કિર્તીભાઇ ગોંડલિયા, સહમંત્રી આદિત્યભાઈ ત્રિવેદી, સહ પ્રચારમંત્રી રિતેશભાઈ વસાણી હાજર રહ્યા હતા.
તેમણે આ અધિકારીઓ સાથે શિક્ષકોના અનિયમિત પગાર, બી.એલ.ઓ.ને પડતી મુશ્કેલી, વળતર રજા -પ્રાપ્ત રજા, જી.પી.એફ.ખાતા ખોલવા નામની વિસંગતતા તથા અન્ય બાબતે ચર્ચા કરી હતી. આગામી સમયમાં આવનારી ચૂંટણી અને વસ્તી ગણતરીમાં ગુરુજનોને કોઈ અગવડતા ન પડે તે તમામ બાબતની પ્રાંત અધિકારી સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ આ તમામ બાબતોને ધ્યાન પૂર્વક સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.