રાજકોટ મુકામે ૧૨મી ઓપન સૌરાષ્ટ્ર ઝોન સ્પીડ સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની અલગ-અલગ શ્રેષ્ઠ શાળાઓના સ્કેટીંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં સ્પીડ ઇન લાઈન સ્કેટીંગમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિદ્યાર્થીઓએ વિવિધ પદકો જીતીને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ સંસ્થાની આગવી ઓળખ ઊભી કરી છે.
સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓની યાદી જોઈએ તો, રામાનુજ દર્શિલે લોંગ રેસમાં રજત પદક પ્રાપ્ત કર્યો છે. ધડુક રાજીવીએ લોંગ રેસ, શોર્ટ રેસ અને નોન-સ્ટોપ રેસમાં કાંસ્ય પદક મેળવ્યા છે. બુટાણી વેદાંતે નોન-સ્ટોપ રેસમાં કાંસ્ય પદક, સાઉ કૃતાર્થે લોંગ રેસ અને નોન-સ્ટોપ રેસમાં કાંસ્ય પદક, જ્યારે પ્રજાપતિ મોહિતે લોંગ રેસ, શોર્ટ રેસ અને નોન-સ્ટોપ રેસમાં કાંસ્ય પદક હાંસલ કર્યા છે. આ ઉપરાંત પીલુકીયા જેનીએ પણ નોન-સ્ટોપ રેસમાં કાંસ્ય પદક મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ તમામ ખેલાડીઓ સહિત કોચ શુભમભાઈ રાઠોડ અને ટ્રેનર વિવેકભાઈ ગોસ્વામીને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થામાં તજજ્ઞો દ્વારા અપાતા શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે કોચ દ્વારા મળતા સતત પ્રશિક્ષણને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું વિદ્યાસભાની યાદીમાં જણાવાયું છે.