સાવરકુંડલા- લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં કુલ ૫.૨૯ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું. જે અંતર્ગત શુક્રવારે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે નવી ગ્રામપંચાયત ભવન રૂ ૩૪.૮૩ લાખના ખર્ચે બનશે જેનું ખાતમુહુર્ત ક૨વામાં આવ્યું હતું. મેરીયાણા ગામે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ૯૨.૭૦ લાખ અને મેરીયાણા-ભંમર રોડનું રી સરફેસિંગનું કામ ૧.૮૦ કરોડ તેમજ મેરીયાણા ગામે સીસી રોડના કામનું ખાતમુર્હુત ૫૦ લાખ કરવામાં આવ્યું હતું. લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે રૂ ૪૫ લાખના ખર્ચે બનેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું. નાના લીલીયામાં રૂ. ૧.૧૮ કરોડ ખર્ચે બનેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને નવા બસ સ્ટેન્ડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં બ્લોક રોડ ૩.૫૦ લાખના કામનું ખાતમુર્હુત ક૨વામાં આવ્યું હતું.