બગસરાના પવિત્ર યાત્રાધામ આપાગીગાની જગ્યા ખાતે આગામી રામનવમીના પર્વને અભૂતપૂર્વ રીતે ઉજવવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ સહિત હિન્દુ સમાજના ભાઈઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આગેવાનોની હાજરીમાં આગામી ૨૬ માર્ચ, ૨૦૨૬ના રોજ રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવાનું સર્વાનુમતે નક્કી થયું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિકાસભાઈએ આ મહોત્સવના સુચારુ આયોજન અને વિવિધ કાર્યક્રમોની સવિસ્તાર માહિતી પૂરી પાડી હતી. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાય તે માટે તમામ સંગઠનોએ એકજૂથ થઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.









































